રોજિંદું જીવન · લગભગ 3 મિનિટ
Social Security માટે અરજી કરો છો? પહેલાં આ ભેગું કરો
તમારા માટે હોય કે મમ્મી માટે, કાગળો ટેબલ પર તૈયાર હોય તો અરજી ઝડપથી થાય. Social Security શું માગી શકે, અને કંઈ ખૂટે તો શું કરવું, તે અહીં છે.
KinLine ટીમ તરફથી · અપડેટ
Social Security શું માગી શકે
- તમારું Social Security કાર્ડ, કે તમારા નંબરનો રેકોર્ડ. કાર્ડ ખોવાઈ ગયું? નવું Social Security કાર્ડ મફત મળે છે.
- તમારો જન્મનો દાખલો કે ઉંમરનો બીજો પુરાવો: અસલ, કે આપનાર ઑફિસે સર્ટિફાઇડ કરેલી કૉપી
- જન્મ U.S. ની બહાર થયો છે? નાગરિકતા કે કાયદેસર દરજ્જાનો પુરાવો, અસલ અને એક્સપાયર ન થયેલો
- લશ્કરી સેવાના કાગળો, જો 1968 પહેલાં સેવા આપી હોય
- ગયા વર્ષનું W-2, કે તમારું સ્વરોજગારનું ટૅક્સ રિટર્ન
W-2, ટૅક્સ રિટર્ન અને લશ્કરી કાગળો માટે ઝેરોક્સ ચાલે, પણ ઉંમર કે નાગરિકતાના પુરાવા માટે નહીં. Social Security બધું પાછું આપે છે. અગાઉના કોઈ દાવા માટે પુરાવો આપી દીધો હોય, તો ફરી આપવાની જરૂર નથી.
કંઈ ખૂટે છે?
રાહ ન જુઓ. તો પણ અરજી કરો અને બાકીનું પછી મોકલો. ઘણા કિસ્સામાં સ્થાનિક ઑફિસ તમારા રાજ્યની vital records ઑફિસ પાસે કોઈ ખર્ચ વગર તપાસ કરી શકે. Social Security ચેતવે છે કે નામ નોંધાવવામાં મોડું કરવાથી તમારા લાભ ઓછા થઈ શકે.
દરેક કાગળ ક્યાં છે તે જાણો
આ છે અમારો નમૂનાનો પરિવાર.

પગલું 1: આઈડી, Medicare અને વધુ
ઓળખપત્રોમાં SSN ડૉક્યુમેન્ટ, જન્મનો દાખલો, Medicare કાર્ડ અને વધુ રાખી શકાય, દરેક ફોટો સાથે.

પગલું 2: જન્મનો દાખલો, અને તે ક્યાં રાખ્યો છે
અસલ શોધો તે પહેલાં જ, ફોટો પરથી રાજ્ય અને નંબર ખબર પડી જાય છે.
ટૂંકા સવાલ
- Social Security રિટાયરમેન્ટની અરજી માટે કયા ડૉક્યુમેન્ટ્સ જોઈએ?
- Social Security તમારું Social Security કાર્ડ કે નંબર, જન્મનો દાખલો કે ઉંમરનો બીજો પુરાવો, તમારો જન્મ U.S. માં ન થયો હોય તો નાગરિકતા કે કાયદેસર દરજ્જાનો પુરાવો, 1968 પહેલાં લશ્કરમાં હતા તો લશ્કરી કાગળો, અને ગયા વર્ષનું W-2 કે સ્વરોજગારનું ટૅક્સ રિટર્ન માગી શકે.
- શું તેમને અસલ જોઈએ?
- ઉંમર અને નાગરિકતાના પુરાવા માટે, હા: અસલ, કે આપનાર ઑફિસે સર્ટિફાઇડ કરેલી કૉપી. W-2, ટૅક્સ રિટર્ન અને લશ્કરી કાગળો માટે ઝેરોક્સ ચાલે. તેઓ બધું પાછું આપે છે.
- જન્મનો દાખલો ન મળે તો?
- અરજી કરવામાં રાહ ન જુઓ. ખૂટતા ડૉક્યુમેન્ટ્સ પછી મોકલી શકાય, અને ઘણા કિસ્સામાં સ્થાનિક ઑફિસ રાજ્યની vital records ઑફિસ (જન્મ-મરણ નોંધણી ઑફિસ) પાસે મફતમાં તપાસ કરી શકે.
- શું હું માતા-પિતાને અરજી કરવામાં મદદ કરી શકું?
- હા. પહેલાં સાથે મળીને કાગળો ભેગા કરો. Social Security પાસે ઓનલાઇન અરજી માટે ચેકલિસ્ટ પણ છે.
આગળ વાંચો
સ્રોત
આ પેજ સામાન્ય માહિતી છે, નાણાકીય સલાહ નથી. દરેક વ્યક્તિ પાસેથી શું જોઈએ, તે Social Security નક્કી કરે છે.

